તમારા પીળા દાંતને ચકચકાટ કરવા અપનાવો આ ઘરેલુ ટિપ્સ

આજકાલ અનેક છોકરાઓ અને છોકરીઓના દાંત પીળા પડી ગયેલા જોવા મળતા હોય છે. જો કે દાંત પીળા હોવાને કારણે ગમે તેટલો સારો ચહેરો પણ ખરાબ લાગતો હોય છે. પરંતુ તેનાથી હવે તમારે પરેશાન થવાની જરૂર નથી. કારણકે તમારી આ સમસ્યાનું સોલ્યુશન લાવ્યા છીએ આજે અમે…

– દાંતોની સફેદીને વધારવાનું એક પ્રભાવશાળી માધ્યમ છે બેકિંગ સોડા. આ તમારા દાંતોને ચમકાવવા ખૂબ જ ઉપયોગી થશે. આમ અડધી ચમચી બેકિંગ સોડાને ટૂથપેસ્ટમાં મિક્સ કરીને અઠવાડિયામાં બે વાર દાંત પર ઘસવાથી દાંતની પીળાશ ઓછી થાય છે.
– લીંબુમાં બ્લીચિંગ એજેંટ્સ હોય છે જે પીળા દાંતની સમસ્યામાં સારુ કામ કરે છે. આમ તમે તમારા દાંતને ચમકાવવા માટે લીંબુના છાલટાનો પણ ઉપયોગ કરી શકો છો. આ સાથે તમે થોડા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને કોગળા પણ કરી શકો છો.
– કેટલા વિશેષજ્ઞોની સલાહ છે કે, સફરજન પ્રાકૃતિક ઢંગથી દાંતોને સફેદ બનાવે છે. રોજ એક સફરજન ચાવો. અને તેના એસિડિક ગુણો દાંત પર ખૂબ જ શાનદાર કામ કરે છે.
– દાંતોના પીળાશને ઓછી કરવા માટે મીઠાને હલકા હાથે રોજ તમારા દાંત પર રગડો.
– પીળા દાંતની સમસ્યાને દૂર કરવા માટે તુલસીના પાનને વાટીને એક પેસ્ટ બનાવો અને તેનાથી તમારા દાંત પર બ્રશ કરો. થોડા જ સમયમાં તમારા દાંત ચમકીલા બનશે.
– સંતરાના છાલટામાં કેલ્શિયમ અને વિટામીન સી રહેલા હોય છે, જે મોઢાના બેક્ટેરિયા સામે લડે છે. આ સાથે જ દાંતોની પીળાશને પણ દૂર કરે છે. આમ અઠવાડિયામાં ત્રણ વાર તમારા દાંતને સંતરાના છાલટાથી સ્ક્રબ કરો.
Previous
Next Post »

DD Girnar

Lrd Question Paper 2022

Footer Logo

Ads Section

Popular Posts