ઇલાયચી એક એવો મસાલો છે જે દરેક લોકોના રસોડામાં જોવા મળતો હોય છે. તમને જાણીને નવાઇ લાગશે કે, રોજ ઇલાયચી ચાવવાથી તમને અનેક અદ્દભૂત ફાયદાઓ મળે છે. જેમાંથી એક છે વધતુ વજન ઓછુ કરવું. એક રિસર્ચ દ્વારા જાણવા મળ્યુ છે કે, ઇલાયચીનું સેવન કરવાથી વજન ઓછુ થાય છે.
આયુર્વેદિક મુજબ લીલી ઇલાયચી શરીરના ચયાપચયને વધારીને તમારા પાચનતંત્રને સાફ કરે છે. આ ઉપરાંત શરીરમાં આવેલા સોજા અને કોલેસ્ટ્રોલના સ્તરને પણ ઓછુ કરી દે છે. જેનાથી વજન ઘટવામાં સહાયતા મળે છે. આ સાથે ઇલાયચી સિસ્ટોલિક અને ડાયસ્ટોલિકને ઓછુ કરવામાં મદદ કરે છે, જેનાથી તમારા બ્લડપ્રેશરનું લેવલ પ્રભાવિત થાય છે. જો કે રોજ નિયમિત ઇલાયચીનું સેવન કરવાથી શરીરમાં કોઇ પણ જાતની આડઅસર થતી નથી.
આ રીતે કરો ઇલાયચીનું સેવન
ઇલાયચીને તમે કોફી કે ચામાં નાખીને પી શકો છો. આ ઉપરાંત ઇલાયચીના દાણાને વાટીને પાવડર બનાવી લો, આમ તેને રોજ સવારે એક ચમચી પાણી સાથે લેવાથી તમારા વજનમાં ઘટાડો થાય છે. જો તમે એક મહિનો સતત આ રીતે ઇલાયચીનું સેવન કરશો તમારું વજન તમને ઘટેલું જોવા મળશે. પણ ધ્યાન એ વાતનું રહે કે, જ્યારથી તમે આ લેવાનું શરૂ કરો ત્યારથી એકપણ દિવસ વચ્ચે પડવો ના જોઇએ.